રાજકોટ: રણજી ટ્રોફી 2024-25ના બીજા તબક્કામાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્પિનનો જાદુ જોવા મળ્યો. રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલ મેચમાં જાડેજાએ સૌરાષ્ટ્ર તરફથી 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બીજા જાડેજાએ ઋષભ પંતને આઉટ કર્યો હતો.
🚨 FIVE WICKETS FOR RAVINDRA JADEJA 🚨
— Johns. (@CricCrazyJohns) January 23, 2025
- Jadeja took 5 wickets against Delhi, 5 for 66 from 17.4 overs, What a performance by the Greatest all rounder of the Modern Era in Longer format. pic.twitter.com/tsDND1HP6s
રણજી ટ્રોફીમાં જાડેજાનું ફોર્મ યથાવત:
રણજી ટ્રોફી 2024-25માં આજે દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા પણ રમતા જોવા મળી રહ્યા છે. દિલ્હીનો વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પહેલી ઇનિંગમાં ફ્લોપ સાબિત થયો હતો, જ્યારે સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ લઈને દિલ્હીની બેટિંગની કમર તોડી નાખી.
Ravindra Jadeja in last 2 Matches in Ranji Trophy:
— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025
In 2023 - 7/53 vs Tamil Nadu.
Today - 5/66* so far vs Delhi.
- Sir Jadeja, The Greatest Allrounder of this Generation. 🐐 pic.twitter.com/dTbKlHncPd
દિલ્હીની ટીમ 188 રનમાં જ ઢળી પડી:
સૌરાષ્ટ્રની શાનદાર બોલિંગ સામે, દિલ્હીની આખી ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી બેટિંગ કરતા કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ 60 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત યશ ધુલ 44 અને મયંકે અણનમ 38 રન બનાવ્યા હતા.
ધર્મેન્દ્ર જાડેજાનું પણ શાનદાર પ્રદર્શન:
સૌરાષ્ટ્ર માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. બોલિંગ કરતી વખતે, જાડેજાએ 17.4 ઓવરમાં 66 રન આપીને ૫ મહત્વપૂર્ણ વિકેટ લીધી. જેના કારણે દિલ્હીની ટીમ 200 રનનો આંકડો પણ સ્પર્શી શકી નહીં. રવિન્દ્ર જાડેજા ઉપરાંત ધર્મેન્દ્ર જાડેજાએ પણ શાનદાર બોલિંગ કરી અને 19 ઓવરમાં 63 રન આપીને 3 વિકેટ ઝડપી.
- Five wicket haul for Ravindra Jadeja.
— Johns. (@CricCrazyJohns) January 23, 2025
- Five wicket haul for Khaleel Ahmed.
Great day for CSK players in Ranji Trophy 💛 pic.twitter.com/QIBBX9cpUs
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે સારા સંકેતો:
આ પહેલા રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા. આ શ્રેણીમાં જાડેજાએ બેટથી સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, બોલિંગમાં તે કંઈ ખાસ કરી શક્યો નહીં. હવે જાડેજાની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જાડેજાનું ફોર્મમાં વાપસી ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત આપી રહી છે.
આ પણ વાંચો: