મેટ્રીમોનિયલ સાઈટ પર નકલી પ્રોફાઈલ મૂકી મુંબઈની મોડેલે વડોદરાના NRI યુવક સાથે રૂપિયા 20 લાખની છેતરપિંડી કરી - fake profile on bharat matrimony
🎬 Watch Now: Feature Video
વડોદરામાં રહેતા મિતેશ વાઘેલા નામના ડિવોર્સી યુવકે બીજા લગ્ન માટે વર્ષ 2016માં મેટ્રીમોનિયલ સાઇટ પર પ્રોફાઈલ મૂકી હતી. જે જોઇને નવી મુંબઈની અગાઉ મોડલિંગ ક્ષેત્રે સંકળાયેલી યુવતી તેના સંપર્કમાં આવી હતી. આ યુવતીએ પોતાનું નામ બદલીને પોતે ડિવોર્સી હોવાનું જણાવી મિતેશ સાથે વડોદરામાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ હોટેલના ખર્ચા અંગત ખર્ચા તેમજ અમેરિકા આવવા-જવાનો ખર્ચ કરાવી રૂપિયા 15 થી 20 લાખ ખંખેર્યા હતા. અમેરિકા ગયા બાદ આ યુવતીએ ડિવોર્સ ન થયા હોવાની કબૂલાત કરી હતી તેમજ મિતેશને પોતાની સાથે રહેવા મજબૂર કર્યો હતો. મિતેશ વડોદરા આવી જતા યુવતી પણ તેની પાછળ વડોદરા આવી હતી. આ અંગે કારેલીબાગ પોલીસમાં તેના પિતા રમણભાઈએ ફરિયાદ કરતા પોલીસે નવી મુંબઈના વાશી ખાતે જઈને આ યુવતીને તેના પતિના ફ્લેટમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.