શું કોંગ્રેસના ઈમાનદાર ધારાસભ્યો કોંગ્રેસ પ્રતિ 'ઈમાનદાર રહશે'? - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
સુરત: જેમ જેમ રાજ્યસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાતો જાય છે. કોગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ પર લઇ જઈ રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ તોડજોડની નીતિ અપનાવી રહ્યું છે.અમારા ધારાસભ્યોમાં અવિશ્વાસની નીતિ ઉત્પન્ન કરી રહ્યું છે. ભાજપ ધારાસભ્યોની હોર્સટ્રેડીંગ કરી રહ્યું છે. તેથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભાજપની નજરથી દુર સુરક્ષિત સ્થાન પર લઇ જઈ રહી છે. આજે કોંગ્રેસના 4 ધારાસભ્યો સુરત એરપોર્ટથી જયપુર જવા રવાના થયા હતા. આ ચાર ધારાસભ્યોમાં સુરત માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, ઉચ્છલના ધારાસભ્ય સુનીલ ગામીત, વ્યારાના ધારાસભ્ય મંગળ ગાવિત અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સુરત એરપોર્ટથી જયપુર જવાના રવાના થયા હતા. હવે કોંગ્રેસના ઈમાનદાર ધારાસભ્યો કોંગ્રેસ પ્રતિ કેટલા ઈમાનદાર રહે છે તે જોવું રહ્યું.