મોરબીમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 74 - Morbi Corona Update
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુરુવારે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 74 થઇ છે. મળતી માહિતી મુજબ શહેરના ગજાનંદ પાર્ક, રામકો બંગલો નજીકના વિસ્તારમાં રહેતા 42 વર્ષના પુરુષ તેમજ તેના 37 વર્ષીય પત્નીના રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સેમ્પ્લ લેવાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અન્ય બે પોઝિટિવ કેસમાં મોરબીની દફતરી શેરીમાં રહેતા 39 વર્ષના પુરુષ તેમજ રવાપર રોડ પર આવેલા પ્રમુખ હાઈટ્સમાં રહેતા 53 વર્ષના પુરુષને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.