અન્ન અને નાગરિક પુરવઠા અધ્યક્ષે લોકોને સંકટ સમયમાં સરકારનો સાથ આપવા કરી અપીલ - Balasinor Assembly Area
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ કોરોના વાઇરસને ફેલાતા રોકવા માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કર્યું છે, ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકે પોતાના ઘરમાં રહીને આ સંકટમાં સરકારને સાથ આપવા, વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન દ્વારા લોક ડાઉન માટે કરેલા આહવાનનુ દરેક પાલન કરે, પોતાનો યથા યોગ્ય સહયોગ આપે તેમ જણાવ્યુ છે. આ ઉપરાંત તેમણે પોતાનો અન્ન અને નાગરિક પુરવઠા તરીકે બે મહિનાનો પગાર મુખ્યપ્રધાનના રાહત કોસમાં જમા કરાવ્યો છે અને બાલાસિનોર વિધાનસભા દ્વારા 2,000 જેટલી રાસન કીટ તૈયાર કરીને બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં જે ગરીબભાઈ બહેનોને 21 દિવસ સુધી રાહત કિટનું વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.