જુઓ, સી-પ્લેનથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રથમ ઝલક - સ્ટેચ્યુ ઓફ યુનિટી
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ સી-પ્લેનથી વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રથમ કેટલીક ઝલકનો જોવા મળી રહી છે. સી-પ્લેન એક ગેમ ચેન્જર છે જે વિશ્વને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક લાવશે. મહત્વનું છે કે, 2 વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. આ સી-પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે. જેમાં તે 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. આ સાથે જ 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે. આ સી-પ્લેનની ક્ષમતા 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે.