thumbnail

By

Published : Jul 28, 2020, 6:22 PM IST

ETV Bharat / Videos

ભરૂચમાં ધોળા દિવસે એક ઇસમ પર ફાયરિંગથી ચકચાર

ભરૂચઃ જિલ્લાની જંબુસર ચોકડી વિસ્તારમાં ધોળે દિવસે એક ઇસમ પર ફાયરિંગ થવાથી ચકચાર મચી હતી. એક જ ગેન્ગના બે માથાભારે ઇસમો વચ્ચે થયેલી તકરારમાં ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલી જંબુસર ચોકડી ઓવરબ્રિજ નીચે આજે ભર બપોરના સમયે એક શખ્સ પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી છે. સઈદ ભૂરા નામનો વ્યક્તિ જંબુસર ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજ નીચે હતો એ દરમિયાન ઇદ્રીશ બંબઈયા નામના માથાભારે ઇસમ દ્વારા દેશી તમંચા વડે ફાયરિંગ કરવામાં આવતા સઈદને કમરના ભાગે ગોળી વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને આરોપી ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ DYSP ડી.બી વાઘેલા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફરિયાદીના પોલીસને જણાવ્યા અનુસાર, ગતરોજ ઇદ્રીશ બંબઈયાની ગાડીમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હોય તેણે સઈદ પાસે પેટ્રોલની માગ કરી હતી જો કે સઈદે પેટ્રોલ ન આપતા બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી અને આજે તેની રીસ રાખી ઇદ્રીસે સઈદને જંબુસર ચોકડી ખાતે બોલાવી ફાયરિંગ કરી દીધું હતું. જો કે સઈદ અને ઇદ્રીશ એક જ ગેન્ગાના છે અને બન્ને અગાઉ અનેક ગુન્હાઓમાં સંડોવાઈ ચુક્યા છે ત્યારે અંદર અંદરની માથાકૂટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો કે બી ડીવીઝન પોલીસે આ મામલામાં ઇદ્રીશ સહીત ૩ લોકો સામે ગુન્હો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.