હિંમતનગરમાં ફર્નીચરના શો રુમમાં લાગી આગ, લાખોનો માલ-સામાન બળીને ખાખ - હિંમતનગર
🎬 Watch Now: Feature Video

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ ઉપર આવેલા ફર્નિચરના શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં લાખોનો માલસામાન નુકશાન થયું છે. સદ્દભાગ્યે કોઇ જાનહાનિ થઈ ન હતી. બુધવારે અચાનક ફર્નિચરના શો-રૂમમાં આગ લાગી હતી. જેના પગલે ટૂંક સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના કારણને લઇને તપાસ હાથ ધરતા શોક સર્કિટના કરણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા જ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઇ ચૂક્યો હતો.