સુરતમાં 10 માળના રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે - સુરત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સુરતઃ ગુજરાતમાં સુરતના રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગને અટકાવવા ફાયર બ્રિગેડની 50થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગ એટલી ભયંકર છે કે, 10 માળનું આખું માર્કેટ આગની ચપેટમાં આવી ગયું છે. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા પણ આ બજારના 9મા માળે આગ લાગી હતી. શહેરના રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર ટીમ 30થ વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ, આ આગ પર કાબૂ મેળવવા ફાયર ટીમ પાણી મારો ચલાવી રહી છે. જો કે, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
Last Updated : Jan 21, 2020, 8:10 AM IST