અમદાવાદ: પ્રહલાદનગરના ટિમ્બર પોઇન્ટમાં આગ, 100 લોકોનો આબાદ બચાવ - gujaratinews
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરમાં આવેલા પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ કોમ્પલેક્સના ભોંયરામાં આગ લાગી છે. આ બનાવમાં અંદાજિત આશરે 100 લોકો ફસાયેલા હતા. જેને પગલે ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા તાત્કાલિક ધોરણે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સ્માર્ટ એલ દ્વારા ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ફાયરબ્રિગેડની સમય સૂચકતાને લઈને કોઈ પ્રકારની જાનહાનિની ઘટના બની નથી. અત્યાર સુધીમાં 40થી 50 લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.