મહેસાણા દૂધસાગર ડેરીમાં સ્થાપકની જન્મ શતાબ્દીએ જ વેસ્ટર્ન ગોડાઉનમાં આગ લાગી - Dudh sagar dairy aag burning fire fighter etv news mehsana
🎬 Watch Now: Feature Video

મહેસાણા દૂધ સાગર ડેરીમાં આજે ડેરીના સ્થાપક માનસિંહ ભાઈની શતાબ્દીની ઉજવણી કરાઈ હતી કે તે જ દિવસ સાંજે એકાએક ડેરીની કોર્ડન કરેલ દીવાલ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી.આગ જોત જોતામાં વિકરાળ બનતા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. મહેસાણા ONGC સહિત 4 ફાયર ફાઇટર અને 10 થી વધુ પાણીના ટેન્કરની જરૂર વર્તાઈ હતી. જેનો ઉપયોગ કરી તમામ ફાયર કર્મીઓને આગ પર કાબુ લેવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. ડેરીના ગોડાઉનમાં પડેલો તમામ ભંગાર બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું.
TAGGED:
fire in dudhsagar dairy