સુરતમાં ફાયરવિભાગે ઉધના બસ સ્ટેશનના ટર્મિનલના કોમર્શિયલ કોમ્પ્લેક્સને કર્યું સીલ
🎬 Watch Now: Feature Video
સુરત: શહેર મહાનગર પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનલના કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું. અપૂરતી ફાયર સુવિધાના કારણે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. તક્ષશિલાની ઘટના બાદ ફાયર વિભાગ દોડતું થયું છે અને ફાયર સેફટી વિનાની મિલકતો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરસેફ્ટીને લઈને ફરી ધોકો પછાડવામાં આવ્યો છે. ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગની દુકાનોને સીલ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.