રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ટ્રકમાં લાગી આગ - પોરબંદર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ઉપલેટા અને કુતિયાણાની વચ્ચે એક ભંગાર ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિ બહાર નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉપલેટા અને કુતિયાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જોકે આગ લાગવાનું પ્રાથમિક તારણ ભંગાર ભરેલા ટ્રકમાં સોર્ટસર્કિટ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ટ્રકમાં આગ લાગતાની સાથે જ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.