જંબુસરના ઉમરા ગામ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક લાગી આગ - જંબુસરના ઉમરા ગામ
🎬 Watch Now: Feature Video
ભરૂચ :જંબુસરના ઉમરા ગામ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ગટનામાં કોઈ જાનહાની નોંધાઇ નથી.જંબુસરના ઉમરા ગામ નજીકથી પસાર થઇ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવર અને ક્લીનર સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ટેન્કરના કેબીનમાં લાગેલી આગ પાછળ સુધી પ્રસરે એ પહેલા ફાયર વિભાગે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.ટેન્કરના પાછળના ભાગે આગ પ્રસરતે તો કેમિકલના કારણે મોટી દુર્ઘટનાની શક્યતા સેવાઈ રહી હતી. આગની ઘટનાના પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ હતી.