રાજકોટમાં મોડી રાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં - Scrap godown
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ સૌરાષ્ટ્ર સહિત રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે મોડી રાતે ભાવનગર રોડ પર ગંજીવાળા નજીક ગુજરાત સ્ક્રેપ નામના ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ એટલી વિશાળ હતી કે દૂર દૂર સુધી આગના ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતાં. આગ લાગવાના કારણે ડેલાની અંદર રહેલો માલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનામાં ગોડાઉનમાં લાખો રૂપિયાનો માલ બળી જતા નુકસાની પણ થયાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. હાલ આ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. ફાયરવિભાગની વિભાગની ટીમે સતત કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.