સાપુતારથી મહારાષ્ટ્રની બોર્ડર પર કારમાં લાગી આગ - The car caught fire near Hathgarh village
🎬 Watch Now: Feature Video
ડાંગઃ જિલ્લાનાં ગીરીમથક સાપુતારાથી વણીને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા સરહદીય વિસ્તારમાં આવેલા હથગઢ ગામ નજીક શુક્રવારે મહિન્દ્રા લોગન કાર.M.H.04.D.W.5198માં ટેક્નિકલ ક્ષતિનાં કારણે અચાનક એકા-એક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ કારમાં ત્રણ પ્રવાસીઓ સવાર હતા. જેઓએ સમય સુચકતા વાપરી કારની બહાર ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ફાયર સેફટી ન હોવાનાં કારણે તુરંત જ સ્થાનિકોએ ટેન્કર મારફતે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.