અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, જુઓ વીડિયો... - અંકલેશ્વર ન્યુઝ
🎬 Watch Now: Feature Video
અંકલેશ્વર: શહેરના હાઈવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે સવારના સમયે એકએક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા જ ત્રણ ફાયર ફાયટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ નહોતી. જો કે કોઈક તોફાની તત્વોએ આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે.