ઉપરવાસમાંથી પાણી આવતા ઘેડ પંથક જળબંબાકાળ, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ઘેડ પંથકમાં 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે ઘેડ પંથકે સમુદ્રનું રૂપ ધારણ કરી લીધું છે. ઘેડ પંથકના સીમ વિસ્તારથી લઇને ગામડાઓ સુધી પાણી ધુસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. લોકોને કોઈ માલ-સામાન લેવા જવો હોય અને રોજિંદા કાર્યો કરવા હોય તો પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. આ સાથે સમગ્ર વિસ્તારના ગામડાઓ બગસરા,સરમાં, ફુલરમાં,લાંગડ, ઓસા, સાંઢા સાથે અન્ય ગામડાઓ પાણીમાં ગરકાવ છે, ત્યારે અહીંના ખેડૂતોને હાલમાં પોતાના ખેતરોમાં ઉભા પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ દેખાય રહી છે.
Last Updated : Aug 9, 2020, 1:15 PM IST