પોરબંદરના ઘેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોએ વળતરની કરી માંગ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડવાને કારણે ભાદર મીણસાર અને વેણુ સહિતના ડેમના પાટિયા ખોલવામાં આવતા પોરબંદર પંથકમાં રહેતા ખેડૂતોને વધુ મુશ્કેલી પડે છે. ત્યારે ઘેડ પંથકમાં આવેલ ટુકડા ગોસા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણીમાં ભરાઈ ગયા હતા અને ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફળ ગયો હતો. પશુઓ માટેનું ઘાસ ચારો પણ હાલ ન હોવાથી ટુકડા ગોસા ગામના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માંગ કરી હતી.