જૂનાગઢના ઘેડ ગામના ખેડૂતને દેણા સામે જીંદગી સસ્તી લાગી, કરી આત્મહત્યા - ખેડૂતની આત્મહત્યા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ ગામમાં જગતના તાતે આર્થીક સંક્રમણના કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ ખેડૂતનું નામ રામદેવભાઇ બચુભાઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ખેડૂત છેલ્લા ઘણા સમયથી આર્થીક સંક્રમણમાં હોવાનું જાણવા મળ્યું છે, આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. જ્યારે આત્મહત્યા કરનાર ખેડૂતના ખીસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી જેમાં પોતે આર્થીક સંક્રમણમાં હોવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતના પરિવારમાં તેની પત્ની અને બે સગીર પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખેડૂત પાસે ઓસાઘેડ ગામે 5થી 6 વિઘા ખેતી લાયક જમીન ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતે પોતાની વાડીમાં જ દવા પીધી હતી ત્યારબાદ તેમને કેશોદ હોસ્પિટલ લઇ જતા તે મૃત હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતે ગત વર્ષ પણ મગફળીનું વાવેતર ફેલ ગયું હતું, તથા આ વર્ષ પણ પાક ધિરાણ મેળવી ખાતર બીયારણ મેળવેલું હતું, પરંતું ખેડૂત આ વર્ષ દેણામાં ડૂબી જવાથી તેણે આર્થક સક્રંમણના કારણે આ પગલું ભર્યું હતું. મૃતદેહને પીએમ માટે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.