જખૌથી ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ, 175 કરોડના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ - kutch samachar
🎬 Watch Now: Feature Video
ભુજ/જખૌ: ગુજરાત ATS, કચ્છ SOG અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે ગત રાત્રે મધદરિયે જખૌ પાસે ઓપરેશન કર્યું હતું. જેમાં માછીમારી બોટમાં ગેરકાયદેસર જળમાર્ગે ગુજરાતમાં 175 કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માછીમારી બોટ સહિત 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 પાકિસ્તાનીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.