જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં કર્મચારીઓ પગાર ન થતા આંદોલનના માર્ગે, જુઓ વીડિયો - વર્ગ 4ના કર્મચારીઓનું આંદોલન
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરની જી.જી. હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓના પગાર ન થતા આખરે કર્મચારીઓએ હળતાલનું હથિયાર ઉગામ્યું છે. છેલ્લા ચાર મહિનાનો પગાર લેવા તંત્ર સામે લડત પર ઊતર્યા છે. આ ઉપરાંત ખાનગી કંપનીને જુદી-જુદી સર્વિસ માટે અપાયેલા કોન્ટ્રાક્ટનો પણ વિરોધ કરી રહ્યા છે અને ખાનગી કંપની જુદી-જુદી સર્વિસ હેતું ચાર્જ વસૂલ કરે છે. જેથી જી.જી. હોસ્પિટલમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારી સ્ટાફના પગારમાંથી ફંડની રકમ કપાતા ખૂબ ઓછી રકમ હાથમાં આવે છે અને બોનસ પણ આપવામાં આવ્યું ન હોવાને કારણે તંત્ર સામે વિરોધ આંદોલન શરૂ કર્યું છે.