thumbnail

મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઈ

By

Published : Nov 3, 2020, 7:38 PM IST

અરવલ્લી : જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેનપદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ અને મંડળીઓના રજિસ્ટર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચૂંટણીમાં માર્કેટ યાર્ડના 14 ડિરેક્ટર્સ, ખેતીવાડી અધિકારી અને એક નગરપાલિકાના પ્રતિનિધિ એમ કુલ 16 વોટ હતા. જેમાં સર્વાનુમતે રાજુભાઈ પટેલને માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જેના પગલે રાજુભાઈને ડિરેક્ટર્સ અને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.