અંકલેશ્વર જીઆઈડીસીમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા પોલીસ થઇ સતર્ક - ભરૂચ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વર GIDCમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા પોલીસે લોકોને ઉભા રહેવા માટે સર્કલ બનાવ્યાં છે. તો હાથને સેનેટાઈઝ કર્યા બાદ જ ખરીદી કરી શકાશે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. જેમાં ફક્ત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ જ દુકાન ખુલ્લી રાખી શકશે. આ પરિસ્થિતિમાં લોકો કરીયાણાની દુકાન બહાર લાંબી લાઈન લગાવી રહ્યા છે, ત્યારે કોરોના વાઇરસનો ફેલાવો અટકે તે હેતુથી પોલીસ દ્વારા કરિયાણાની દુકાન બહાર અંતર રાખીને સર્કલ બનાવવામાં આવ્યા છે. આ સર્કલમાં ઉભા રહી ગ્રાહકો ખરીદી કરી શકશે અને હાથ પણ સેનેટાઈઝ કરવામાં આવશે.