દ્વારકા પોલીસે પ્રખ્યાત ગેંગના ઘરફોડ ચોરી કરનારા 3 શખ્સોની કરી ધરપકડ - crime news of dwarka
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુરમાં ઘરફોડ ચોરી કરનારા ત્રણ શખ્સોની ગેંગને દ્વારકા પોલીસે કુલ 49,000ના મુદ્દા-માલ સાથે ઝડપ્યા હતા. 24-25 એપ્રિલના રાત્રિ દરમિયાન દ્વારકાના મુરલીધર ટાઉન શિપ અને જલારામ સોસાયટી ખાતે ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા. આ અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર થયેલા હોવાથી અને તે બાબતે દ્વારકા જિલ્લા DySP ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ PSI એ.આઇ.ચાવડાએ ટીમ સાથે મળી સિકલિગર ગેંગને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અને CCTVને આધારે દ્વારકા પોલીસ સ્ટેશને ચોરીનો ભેદ ઉકેલી અને આ 3 શખ્સો જેને ઝડપી RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતા અટક કરી છે. ઉલ્લેખનીય છે કે, 3 આરોપીમાંથી એક આરોપી સેર સિંગ અગાઉ 34 જેટલી ચોરી અને લૂંટફાટ આ ગુનાઓમાં પકડાયેલો છે. ત્યારે વધુ એક ગુનાખોરી આચરે તે પહેલાં જ દ્વારકા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી કોરોના ટેસ્ટ કરાવી નેગેટિવ આવતા ત્રણેય આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.