પાટણમાં કોરોના સંક્રમણના કારણે 'પાંચમ પર્વની ટોપલા ઉજવણી' ઘરમાં જ ઉજવાઇ
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેરમાં પ્રજાપતિ સમાજના ઈટોવાળા પંચ પરિવારના ઈષ્ટદેવ શ્રી ખેજડીયા વીર દાદાની પાંચમ પર્વની ટોપલા ઉજવણીસાદાઇથી કરવામાં આવી હતી. હાલમાં ફેલાયેલી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને દરેક પરિવારે ઘરમાં જ શ્રી ખેજડીયા વીર દાદાને પ્રસાદ ધરાવી ખુબજ સાદગીપૂર્ણ રીતે પાંચમ પર્વની ઉજવણી કરી હતી. પાટણ પ્રજાપતિ સમાજના ઈટોવાળા પંચ પરિવાર દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં શ્રી ખેજડીયા વીર દાદાની પાંચમના દિવસે પરિવારની બહેનો દ્વારા દાદાનાં પ્રસાદ સ્વરૂપે નૈવેદ્ય માટે લાપસી,મગની દાળના વડા,ઢુઢણ અને ખીર- રોટલી ટોપલામાં મુકી પાટણ સમીપ આવેલા અનાવાડા ગામના પ્રસિધ્ધ શ્રી ખેજડીયા વીર દાદાના સ્થાનકે માથે ટોપલા ઉપાડી પોતાના ઘરેથી ચાલતા પહોંચી દાદાને નૈવેધ રૂપી પ્રસાદ અર્પણ કરતા હોય છે. ત્યારે આ દિવસે મંદિર પરિસર ખાતે ભવ્ય મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને પોત પોતાના ઘરમાં શ્રધ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.