લંડનમાં કીર્તિદાનના ડાયરામાં થયો ડૉલર અને પાઉન્ડનો વરસાદ...જુઓ વીડિયો - Mayabhai ahir
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આપણે ત્યાં કહેવત છે કે, 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિને સાર્થક કરી છે, વિદેશોમાં વસતા ગુજરાતીઓએ. શનિવારે લંડનના હેરૌવ ખાતે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ગીતા રબારીનો લોકડાયરો યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે લંડનમાં વસતા ગુજરાતીઓએ મન ભરીને કાઠિયાવાડી લોક સંગીત તેમજ સૂફી અને હિન્દી ફિલ્મોના ગીતોની મોજ માણી હતી. આ સમયે કેટલાક ગુજરાતીઓએ કીર્તિદાન ગઢવી પર ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો હતો.