ETV Bharat / state

સુરત સિવિલમાં બ્રેઈનડેડ દર્દીનું પરિજનોએ કર્યું અંગદાન, 5 લોકોના જીવનમાં રોશની પથરાશે - ORGAN DONATION IN SURAT CIVIL

આશિષભાઈનું બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર અર્થે રતલામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સુરત સિવિલમાં અંગદાન
સુરત સિવિલમાં અંગદાન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2025, 6:01 AM IST

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સોમવારે 64મું સફળ અંગદાન થયું હતું. મૂળ રાજસ્થાનના બિરાણી પરિવારના બ્રેઈનડેડ આશિષભાઈ બિરાણીની બે કિડની, એક લીવર અને બે આંખનું દાન થતા પાંચ જરૂરિયાતમંદોના જીવનમાં નવી રોશની પથરાશે.

સુરત સિવિલમાં અંગદાન (ETV Bharat Gujarat)

બ્લડ પ્રેશર વધી જતા બેભાન થયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સિકારડા ગામના અને વર્ષોથી સુરતમાં પર્વત ગામ ખાતે સ્થાયી થયેલા બિરાણી પરિવારના મોભી 45 વર્ષીય આશિષભાઈ ગેહરીલાલ બિરાણી પરિવાર સાથે રાજસ્થાનના રતલામ ખાતે જૈન મુનિમજીના દર્શનાર્થે ગયા હતા. આશિષભાઈનું બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર અર્થે રતલામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરના કહેવાથી અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તા.18મી જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તા.20મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો. હેમલ છેડા અને ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયું હતું.

સુરત સિવિલમાં અંગદાન
સુરત સિવિલમાં અંગદાન (ETV Bharat Gujarat)

ડોક્ટરના સમજાવ્યા બાદ પરિજનોએ કર્યું અંગદાન
બિરાણી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ આશિષભાઈના પત્ની સોનુંબેન અને મોટાભાઈ લલીતભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.આશિષભાઈને એક 15 વર્ષનો દિકરો તથા 18 વર્ષની દિકરી છે. આશિષભાઈ વ્યવસાયે જ્વેલરીનું કામ કરતા હતા.

ત્યારે બ્રેઈનડેડ આશિષભાઈની લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં તેમજ બે આંખ નવી સિવિલ હોસ્પિટલની EYE બેન્કમાં લઈ જવામાં આવી હતી. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 64મું અંગદાન થયું છે.

આ પણ વાંચો:

  1. 'ફ્રેન્ડશીપ કરવી છે', પરિણીત મહિલાના રોંગ નંબરનો જવાબ આપી મોરબીના વેપારી જબરા ફસાયા
  2. છોટા ઉદેપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં સાસુ-જમાઈનું મોત, લાશ પાસે બેસીને સસરાં રડતાં રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.