સુરતની બજારમાં દિવાળીની ખરીદી, સામાજિક અંતરનો ભંગ - સુરત લોકલ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
સુરતઃ દિવાળી પર્વને ધ્યાનમાં રાખી શહેરની દરેક બજારોમાં ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહ્યા છે. શહેરની સૌથી જૂનું ચોટા બજારમાં મહિલાઓ અને યુવતિઓ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી હતી. બજારમાં સોશ્યલ ડિસ્ટનસિંગનો ભંગ જોવા મળ્યો હતો. દર વર્ષે જે બજારમાં પગ મૂકવાની જગ્યા ન હતી ત્યાં આ વર્ષે કોરોના સંક્રમણના લીધે 50 ટકા જેટલી ખરીદી થઈ હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે. આથી નાના દુકાનદારોમાં પણ નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો. ક્યાંક ને ક્યાંક દુકાનદારો પણ ગ્રાહકની રાહ જોઈને બેઠા હતા.