દુર્ગાપૂજા નિમિતે નવજાત બાળકીઓને કરાયું કીટનું વિતરણ - નવજાત બાળકીઓને કરાયું કીટનું વિતરણ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ નવરાત્રીના પર્વ દરમિયાન દુર્ગાપૂજાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ઠેર ઠેર ભારતભરમાં માં દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ માધાપર ગામ ખાતે આવેલા આંગણવાડીમાં દુર્ગાપૂજા નિમિત્તે ખાસ નવજાત 20 જેટલી દીકરીઓને અલગ અલગ એનજીઓ દ્વારા જરૂરીયાત સમાનની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આંગણવાડીના બાળકોને પણ રમકડાં સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા.