ધોરણ 09 અને 11ના અભ્યાસક્રમ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરાશે : શિક્ષણપ્રધાન - Minister of Education
🎬 Watch Now: Feature Video
રાજકોટ : જિલ્લાના પ્રભારી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શનિવારના રોજ રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારે ગત 11મી તારીખથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે. ત્યારે આગામી 27મી જાન્યુઆરીના રોજ કેબિનેટની બેઠક મળશે. જે બેઠકમાં આગામી દિવસોમાં ધોરણ 09 અને 11ના અભ્યાસક્રમ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.