Dhandhuka Murder Case: કોંગ્રેસે ભાજપ પર કોમી એકતા ડહોળવાના કર્યા આક્ષેપ, યમલ વ્યાસે આપ્યો આ જવાબ... - માલધારી સમાજ દ્વારા રેલી
🎬 Watch Now: Feature Video
ધંધુકામાં થયેલ કોમી ઘટનાના (Dhandhuka Murder Case) વિરોધમાં રાજકોટમાં માલધારી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો હતો, આ ધટના અંગે કોંગ્રેસે ભાજપ (Congress accuses BJP) પર કોમી એકતા ડહોળવાના આક્ષેપ કર્યા હતા, જેને લઈને યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે, પરંતુ તેમની પાસે કોઈ મુદ્દા નથી. છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં શાંતિ છે. વિરોધ પક્ષોને અપીલ કરું છું કે, તેઓ ભાજપનો વિરોધ કરવા લોકોની લાગણી ન ઉશ્કેરે. ગુજરાતના નાગરિકો સંયમ જાળવશે.