અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવને અદભૂત શણગાર કરાયો - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શ્રાવણ મહિનામાં શિવભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા અચૂક જતા હોય છે. પણ આ કોરોનાની મહામારીના દિવસોમાં ભગવાનની ભક્તિમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. ભક્તો દૂર થી મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. શહેરના એક પ્રખર શિવભક્ત હસમુખ પટેલ દ્વારા વિશ્વેશ્વર મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોને ભગવાન જાણે કોરોનાની મહામારીમાં જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનો પાઠ ભણાવતા હોય તેમ દરેકને ઘરે રહેવા જણાવી રહ્યા છે અને મંદિરમાંથી આશીર્વાદ આપી રહ્યા છે.
Last Updated : Jul 29, 2020, 6:14 PM IST