રાજકોટઃ જ્યંતિ રવિને માસ્ક આપવા આવતા કોંગી કાર્યકરોની અટકાયત - રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ
🎬 Watch Now: Feature Video

રાજકોટ: શહેરમાં કોરોના સંક્રમણ વધતા છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટમાં રોકાયા છે, ત્યારે ગઈકાલે તેઓ વહેલી સવારે વગર માસ્ક પહેરીને વોકિંગ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો સર્કિટ હાઉસ ખાતે જ્યંતિ રવિને માસ્ક આપવા માટે આવી પહોચ્યા હતા, પરંતુ તેઓ જયંતિ રવિને માસ્ક આપે તે પહેલાં જ કોંગી કાર્યકર્તાઓની રાજકોટની પ્રદ્યુમ્નનગર પોલીસે અટકાયત કરી હતી.