નવસારીની અમલસાડ પોસ્ટમાં રીકરીંગ ખાતામાં લાખોની ઉચાપત - નવસારીના પોસ્ટકર્મીનું કૌભાંડ
🎬 Watch Now: Feature Video
નવસારીઃ ભારતીય પોસ્ટ વિભાગના નવસારીના પોસ્ટકર્મીનું કૌભાંડ સામે આવ્યું છે. ગણદેવી તાલુકાના લુસવાડા ગામના 50થી વધુ લોકોએ અમલસાડ પોસ્ટ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. બે વર્ષોથી પોસ્ટ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ પોસ્ટ ઓફિસનું કામકાજ અટકાવ્યું હતું. લુસવાડા ગ્રામજનોએ પોસ્ટ ઓફિસના પોસ્ટ મેને લોકોના રીકરીંગ ખાતાના લાખો રુપિયા ચાઉં કર્યાના આક્ષેપ લગાવ્યા હતા. આ બાબતે ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ આધારે વધુ તપાસ હાથ ધરી છે.