પાટણમાં આરાસુરી જગત જનની માં અંબાના ધામે પૂનમના કુંભ મેળાનો પ્રારંભ - પદયાત્રીઓ
🎬 Watch Now: Feature Video
પાટણ: શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા આરાસુરી જગત જનની અંબાના ધામમાં પૂનમના મીની કુંભ મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે સોમવારે પાટણમાંથી વિવિધ સંઘોએ વાજતે ગાજતે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું. પવિત્ર યાત્રા ધામ ખાતે ભાદરવા સુદ પૂનમને લઈને દેશ ભરમાંથી લાખો શ્રધ્ધાળુ ભક્તો માં અંબાના દર્શને સંઘો લઈને જાય છે. શહેરના સોનિવાડા વિસ્તારમાં વાઘેશ્વરી માતાના મંદિરીથી વાઘેશ્વરી મિત્ર મંડળ દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતેથી પદયાત્રીઓ 151 ગજની ધજા લઈ વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. આ ઉપરાંત નારસુગા વિરદાદા સંઘ, જળચોક, ગુજરવાડા યુવક મંડળ, ઝીણીપોળ,કસારવાડો, સરૈયાવડો,સહિતના વિસ્તારોમાંથી સંઘોએ જય ઘોષ સાથે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું.