ભાવનગરના અગરિયાઓની પાણીની લાઈનની માગ : તંત્રની એકબીજાને ખો - ભાવનગર ન્યુઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગર : જિલ્લામાં છેવાડે કુંભારવાડા પાછળ આવેલા 12 જેટલા અગરિયામાં કામ કરતા આશરે 1500થી 2000 મજૂરોને પાણીની સમસ્યા છે. જે મામલે પાણીની લાઇન નાખવા અનેક વાર તંત્રને રજૂઆતો કરી ચૂક્યા છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડ, કલેકટર અને મનપા અમને ખબર નથી અને અમારામાં આવતું નથી તેવા જવાબ આપી એકબીજાને ખો આપી રહ્યા છે. વર્ષોની માગ છતાં તંત્રને કોઇ જ પ્રકારનો ખ્યાલ નથી. તો આ સમગ્ર બાબતની જવાબદારી કોની છે. તે મોટી સમસ્યા સામે આવી છે.