વડોદરામાં RTI પ્રવેશમાં પડતી તકલીફો દૂર કરવાની માગ, કોંગ્રેસ લઘુમતી મોરચા દ્વારા કરાઈ રજૂઆત - Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ લઘુમતી મોરચા દ્વારા બુધવારના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે લઘુમતી મોરચા વડોદરાના ચેરમેન વસિમ શેખની આગેવાનીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી આરટીઇમાં અરજી કરતાં વાલીઓને થતી તકલીફો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. લઘુમતી મોરચાના ચેરમેન વસીમ શેખે જણાવ્યું હતું કે, વાલીઓને પડતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.