શહેરામાં દશેરાની ઉજવણી, સ્થાનિકોએ હોંશે હોંશે લીધો ભાગ - પંચમહાલમાં દશેરાની ઉજવણી
🎬 Watch Now: Feature Video
ગોધરાઃ નવરાત્રીના નવેનવ દિવસની રાસ ગરબાની રમઝટ પછીના છેલ્લા દિવસે આવતો તહેવાર એટલે વિજ્યાદશમી. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. કહેવાય છે કે આ જ દિવસે ભગવાન રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. રામ સત્ય અને રાવણ અસત્યનુ પ્રતિક છે. પંચમહાલ જીલ્લાના તાલૂકા મથક શહેરા ખાતે પણ રાવણદહનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં શહેરાના નગરજનો દ્રારા જ આ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.