ડાંગઃ જિલ્લા ભાજપ પાર્ટીનાં નવનિયુક્ત પ્રમુખ તરીકે દશરથ પવારે પદભાર સંભાળ્યો - ડાંગ જિલ્લા પ્રમુખ
🎬 Watch Now: Feature Video
ડાંગઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ડાંગ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે દશરથ પવારની નિયુક્તિ કરવામાં આવી હતી. આજરોજ નૂતન વર્ષ નિમિત્તે આહવામાં ભાજપ કાર્યાલય ખાતે દશરથભાઈએ વિધિવત રીતે પાર્ટી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. દશરથ પવાર છેલ્લાં 25 વર્ષથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે. આ પહેલાં તેઓ 1998માં ભાજપ પક્ષ તરફથી વિધાનસભામાં દાવેદારી કરી ચૂક્યા છે.
Last Updated : Nov 16, 2020, 12:31 PM IST