ડાંગના નાંદનપેડામાં રહીશોએ પુરવઠા કચેરી બહાર માટલાં ફોડી વિરોધ નોંધાવ્યો - પાણી પુરવઠા કચેરી
🎬 Watch Now: Feature Video

ડાંગઃ જિલ્લાનાં નાંદનપેડા ગામે 75 હજાર લીટરની પાણીની ક્ષમતાવાળી ટાંકી હોવા છતાંય પાણીપુરવઠાનાં પાપે લોકોને પાણી માટે વલખા મારવાની નોબત ઉઠતા શુક્રવારના રોજ રોષે ભરાયેલા ગ્રામજનોએ પાણી પુરવઠા કચેરી આહવા ખાતે ધસી જઈને માટલાફોડ કાર્યક્રમ કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તુરંત જ સમસ્યા હલ કરવા માટે માંગણી કરી હતી.