'મહા'ની સામે દમણનું તંત્ર સજ્જ - daman news updates
🎬 Watch Now: Feature Video
દમણ: કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કલેકટર ડૉ. રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે, આગામી તારીખ 6 નવેમ્બરના સાંજે અને 7મી નવેમ્બરના સવારે વાવાઝોડું 'મહા' ત્રાટકવાની આગાહી છે. જે અંતર્ગત દમણ તંત્રએ પણ તાકીદની બેઠક કરી આ અંગે આયોજન કરી લીધું હતું. દમણ પ્રશાસને આ માટે આરોગ્ય વિભાગ, PWD વિભાગ સહિતના વિભાગોને સજ્જ રહેવાની સૂચના આપી હતી. તેમજ શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી લીધી હતી. હાલમાં દમણના માછીમારોને પણ આગામી ચારથી પાંચ દિવસ દરિયો નહીં ખેડવાની અપીલ કરી હતી. તેમજ વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થાય નહી તે માટે તંત્રને અલર્ટ પોઝિશનમાં રહેવા સૂચના આપી હતી.