રાજકોટમાં કમોસમી વરસાદ, મગફળીના પાકને ભારે નુકસાન - રાજકોટમાં મગફળીના પાકને નુકસાન
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી ખેતરમાં ઉપાડેલી મગફળી પલળી જતાં ખેડૂતોને આર્થિક માર પડ્યો છે. તો બીજી તરફ ભેજના વધતાં પ્રમાણના કારણે મગફળી સડી રહી છે. જેથી ખેડૂતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી થયા તેવી માગ કરી રહ્યાં છે.