રાજકોટના પારડી ગામે દલિત યુવાનની હત્યા - Rural Police and LCB
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના પારડી ગામ નજીક મિતેષ નાગદાનભાઈ જાદવ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતક મિતેષ તાજેતરમાં જ જેતપુરના એક હિસ્ટ્રીશીટરની હત્યાના ગુનામાં જેલમાંથી છૂટીને આવ્યો હતો. જેને અજાણ્યા ઈસમો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલો રાજકોટ ગ્રામ્ય પોલીસ અને LCB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, રાજકોટ જિલ્લામાં ફરી ખૂની ખેલ શરૂ થયાનું સામે આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.