Monday market in Surat: કોરોનાની મહામારી વચ્ચે પણ સુરતમાં ગીચો-ગીચ સોમવારી બજાર - વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14271158-thumbnail-3x2-.jpg)
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક પાસે સોમવારી બજાર (Monday market in Surat)માં ભીડ જોવા મળી રહી છે. એ સાથે જાહેરમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા (Break corona guidline) ઉડી રહ્યા છે. સતત વધતા કેસોમા આ દ્રશ્યો ચિંતામા મૂકી શકે છે. સુરત શહેરમાં બે દિવસથી કોરોનાં કેશમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સતત કોરોના સંક્રમિત (Surat Student corona infected) થઈ રહ્યા છે. આજરોજ સુરત શહેરમાં 38 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. એમાં શહેરના 18થી વધુ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 900 કરતાં વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.