ગાંધીનગરમાં DGP કચેરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ટ્રમ્પના આગમન સંદર્ભે પણ ચર્ચા - AHEMDABAD NEWS
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગાંધીનગર ખાતેની DGP કચેરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યની સુરક્ષા અને સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના ડીજીપી,અલગ અલગ શહેરોના પોલીસ કમિશનર, જિલ્લા એસપી, રેન્જ આઈજી, અલગ-અલગ એજન્સીના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા, મહિલા અને બાળકોની સુરક્ષા સંબંધિત તથા પોલીસ વિભાગને લગતા વહીવટી મુદ્દા અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી.
Last Updated : Feb 16, 2020, 9:31 PM IST