સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ-19 હોસ્પિટલ તૈયાર - corona in gujrat
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાના કારણે સ્થિતિ ગંભીર થવાના એંધાણ છે, ત્યારે તંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. સુરત સિવિલ, સ્મીમેર અને પ્રાઇવેટ હોસ્પિટલ બાદ હવે સરસાણાના કન્વેનશન હોલમાં હોસ્પિટલ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. વિશાળકાય કન્વેન્શન સેન્ટરમાં 652 બેડની સુવિધા ઉભી થઈ રહી છે. આશરે 6 કરોડના ખર્ચે આ કોવિડ હોસ્પિટલ તૈયાર થશે.