પાટણમાં બેંક ઓફ બરોડાની વિવિધ શાખામાં કામ કરતા દંપતી કોરોના પોઝિટિવ - બેન્ક ઓફ બરોડા
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેરના સિદ્ધપુર હાઇવે રોડ ઉપર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીમાં 33 વર્ષીય મહિલા હિંગળાચાચર પાસે આવેલી બરોડા બેન્કમાં નોકરી કરે છે, જ્યારે તેમના પતિ જિલ્લા અદાલત સામે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં નોકરી કરે છે. આ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં બેન્ક ઓફ બરોડાની બન્ને શાખા બંધ કરવામાં આવી છે.