ભાવનગરમાં બસ એ બાઇક સવાર દંપતીને અડફેટે લીધા, પતિ પત્ની બંનેના મોત - Bhavnagar Police
🎬 Watch Now: Feature Video

ભાવનગર: મહુવાના કરમદીયા ગામે રહેતા એભલ ગેમાભાઈ ડાભી તથા તેના પત્ની શોભાબેન બાઇક પર ચોગઠ ગામે જઈ રહ્યા હતા. ત્યારે આ દંપતી ઘાંઘળી નજીક કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોટાદથી પૂર ઝડપે આવી રહેલી એક ખાનગી મીની બસના ચાલકે આ દંપતીને અડફેટે લીધું હતું. બસ સાથેની બાઇકની ટક્કર બાદ પણ આ દંપતી 100 મીટર રોડ પર ઘસડાયું હતું. જેમાં બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા. આ બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા. જ્યારે પોલીસે હાલ બસ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.