કોરોના દર્દીએ રોજનું 3થી 4 લીટર પાણી પીવું જરૂરી: ડો.તુષાર પટેલ - ઓમિક્રોનના દર્દીને લક્ષણો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2022, 11:05 PM IST

ડૉ. તુષાર પટેલે (Dr tushar patel on cororna) કોરોના રોગ થયો છે કે નહીં, તે જાણવા શું કરવું તે માટેના સૂચનો આપતા જણાવ્યું કે, ઓમિક્રોનના દર્દીને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર લક્ષણોના આધારે અલગ તારવી શકાય. દર્દીને 101થી 102 દિવસ તાવ આવે અને પછી ત્રીજા દિવસે સામાન્ય અનુભવ થાય, શરદી આવે નાક બંધ થઇ જાય, ખાંસી આવે અને ખાસ કરીને ગળામાં અસહ્ય દુ:ખાવો થાય ત્યારે આ પ્રકારના લક્ષણોને માઇલ્ડ ગણીને તેની સારવાર કરાવવી જોઇએ. આ તબક્કે મીઠાના ગાર્ગલ કરવા પણ તેમણે સૂચવ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant symptoms)માં શરીરમાં કડતર થવી, શરીર દુખવું, માથામાં અસહ્ય દુખાવો રહેવો જેવા લક્ષણો જણાઇ આવતા શરીરમાં ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે દિવસમાં 3થી 4 લીટર પાણી પીવું જોઇએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.